🎵

Rang Bhini Radha

Album: Rang Bhini Radha Durasi: 3:54

हे, राधे तु बड़ी भागिनी, तुने कौन तपस्या किन?

तीन लोक तारन तरन वे, सो तेरे आधीन

હે રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા

હે જી રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા

હે જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજ

થૈ-થૈ-થૈ ઢોલ તાલ બાજે

સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજ

હૈયે ઉમંગ સૌના આજે

પણ માધવની વાંહળીના, સાંભળીને સુર જીણા

રાધા ખીજાઇને થઇ છે નારાજ!

હે જી રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા

હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા

હે જી રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા

હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા

એ ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી

મથુરાની ગલીયુ માં ગ્યો દિલડાં તોડી

સુની આ ગલીયુ માં ખાલીપો ખટકે

મોરલીના સુર સુણવા મન જો ને ભટકે

હે જી ગોપીયુ ના કાન હવે, નંદજીના લાલ તને

માતા જશોદા કરે છે પોકાર!

હે જી અલગારી!

અલગારી-દાન, કાન ગોકુળીયું ત્યાગી

અલગારી-દાન, કાન ગોકુળીયું ત્યાગી

પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા

પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા

હે જી રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા

હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા

ઓલી મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા